
About SMT A H DESAI ARTS AND COMMERCE COLLEGE
શિક્ષણમાં માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ(ધો-9 થી 12) કિશોરાવસ્થાના વિદ્યાર્થીઓ હોય છે.જે બાળપણમાંથી પુખ્તાવસ્થામાં સંક્રમિત થઇ રહ્યા છે.તેમનામાં શારીરિક,સામાજિક,ભાવનાત્મક,નૈતિક અને જ્ઞાનાત્મક વૃધ્ધિ અને આ સમયગાળામાં વિકાસનો તબ્બકો ઝડપી જોવા મળે છે.
વિદ્યાર્થીઓ પર અભ્યાસ અને પરીક્ષાઓનું દબાણ,યોગ્યકારકીર્દીની પસંદગી અને તૈયારી ,સાથીદારોની ગોઠવણ જેવી કુશળતા શીખવા પ્રેરાય છે.જેની વિદ્યાર્થીના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેના શિક્ષણ પર અસર કરે છે.
આવી પરિસ્થિતિમાં માર્ગદર્શન અધિકારી તરીકે શિક્ષક અને માતા-પિતાની ભૂમિકા અગત્યની છે.શિક્ષક જ તેમની શીખવાની સંસ્કૃતિ,વિચારોનું વિનિમય અને ચરિત્રનું નિર્માણ કરે છે.તેમના વ્યક્તિત્વને આકાર આપે છે.અને ભવિષ્ય માટે તેમનામાં આત્મવિશ્વાસ પેદા કરે છે.શિક્ષક માત્ર ભણતરને જ સરળ બનાવતો નથી,પરંતુ માર્ગદર્શન અને રોલ મોડેલ તરીકે સેવા આપે છે.વિદ્યાર્થીઓ પર શિક્ષકોનો પ્રભાવ પ્રત્યક્ષ અથવા પરોક્ષ, ઈરાદાપૂર્વક અથવા અજાણતા ,સકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે.
Vision
The Student may develop inspiring personality and may follow disciplinary way of life.
Mission
To Develop holistic Progress of the Students by giving quality education.
